HomeGujaratછેલ્લા 26 વર્ષથી યોજાઈ રહેલ મોરબી થી અંબાજીની પદયાત્રાનો પ્રારંભ 

છેલ્લા 26 વર્ષથી યોજાઈ રહેલ મોરબી થી અંબાજીની પદયાત્રાનો પ્રારંભ 

મોરબી થી અંબાજી સુધીની પદયાત્રા છેલ્લા 26 વર્ષથી યોજાઈ રહી છે. આજ રોજ પ્રસ્થાન થયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા છે. તે પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેઓ દ્વારા 26માં વર્ષે મોરબી થી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પદયાત્રિકોને રહેવા-જમવા તથા મેડિકલ સહિતની તમામ સુવિધા સુરેશભાઈ નગપરા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમની સાથે પદયાત્રિના સેવગણ તરીકે ધનજીભાઈ કાવર, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા તથા રસોડા વિભાગ સંભાળતા યોગેશભાઈ ઠોરીયા તથા જય અંબે પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કાર્યમાં જોડાયા છે. અંબિકા પદયાત્રા આજે જય અંબે નાદ સાથે નીકળી હતી અને 16 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરે પહોંચશે અને ત્યાં તમામ લોકો માં અંબાજીના દર્શન કરીને 52 ગજની ધજા ચડાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW