ટંકારાના વીરપરથી ધુનડા જતા સ્મશાન વાળા કાચા રસ્તે આવેલ આરોપી શનીભાઇ શીવાભાઇ બાંભણીયાના ઝુપડામાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં ઈંગ્લીશ દારૂ સાથે શનીભાઇ શીવાભાઇ બાંભણીયા, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા, ગણેશકુમાર બીલટુભાઇ શાહ અને સમીરભાઇ હનીફભાઇ વીકીયાણી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે સ્થળેથી ઈંગ્લીશ દારૂની 56 બોટલો અને દેશી દારૂ સહિત કુલ રૂ.- 50,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સોને પૂછપરછ કરતા તેને કબુલ કર્યું હતું કે, તેને આ મુદામાલ જયદીપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્ર્સિંહ ઝાલા નામના આરોપી પાસેથી મેળવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસે તે શખ્સને ફરાર બતાવી પાંચ શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.