મોરબી જીલ્લાની એક માત્ર કોંગ્રેસ શાસીત માળિયા મિયાણા નગર પાલિકામાં હાલ તમામ 24 સભ્યો કોંગ્રેસના હોય વિપક્ષ વિહોણી આ પાલિકામાં બે મહિલા સદસ્યો સહિત ત્રણ સદ્સ્યો દ્વારા આંજે અચાનક કોઈ કારણસર રાજીનામું ધરી દીધું છે રાજીનામું આપનાર સદસ્યમાં વોર્ડ ૧ ના હારૂનભાઈ એચ સંધવાણી,તેજ વોર્ડના જેનાબેન કરીમભાઈ સંધવાણી તેમજ વોર્ડ 6 ફરીદા અનવર ખોડ નો સમાવેશ થાય છે
પાલિકા પ્રમુખને ઉદેશી લખાયેલા રાજીનામાં કોઈ ચોક્કસ કારણ રજુ કર્યું નથી ત્રણેય સદસ્યો એ એક સરખું કારણ રજુ કર્યા છે તમામ સ્વૈચ્છિક રીતે રાજી ખુશીથી રાજીનામું આપતા હોવાનું જણાવ્યું હતું
૨૪ સદસ્યો માંથી ત્રણ સદસ્યો ના રાજીનામાં થી કોંગ્રેસની સત્તા યથાવત રહેશે જોકે અચાનક ત્રણ સદસ્યોના રાજીનામાંથી શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે સદસ્યો શું પોતાના પક્ષના હોદેદારોની નારાજ થઇ પગલું ભર્યું છે કે કેમ તેવી પણ ચર્ચા જાગી છે જોકે સદસ્યો દ્વારા તેમની રાજી ખુશીથી રાજીનામાં આપ્યો હોવાનું જણાવી રહ્યા છે