HomeGujaratમોરબી પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 24 જુગારીઓને ઝડપી લીધા

મોરબી પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 24 જુગારીઓને ઝડપી લીધા

મોરબી-માળિયા હાઇવે ફર્ન હોટલ પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા મેહુલભાઇ બાબુભાઇ પીત્રોડા, વિપુલભાઇ ધીરૂભાઇ પરમાર, અમીતસિંહ જીતુભા સોલંકી, અનિલભાઇ બાબુભાઇ પીત્રોડા, કિશોરભાઇ ઇશ્વરભાઇ મોરી, વિરલકુમાર રમેશભાઇ વ્યાસ, ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા, જમનભાઇ મનસુખભાઇ પરમાર અને જયપાલસિંહ ધીરૂભા પઢીયાર સહીત નવ જુગારીઓને રૂ.- 69,800ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

તેમજ મોરબીના ત્રાજપર પાસે આવેલ શીવાલીક પ્લાઝા પાસે પોલીસે રેડ મારતા જુગાર રમતા મનસુખભાઇ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા, કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા, હિતેષભાઇ નાજાભાઇ ગોલતર અને જયંતીભાઇ ગાંડુભાઇ જંજવાડીયા નામના કુલ ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 42,700 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત મોરબીની કાલીન્દ્રી નદીના પટ્ટ નજીક બાતમીના આધારે રેડ મારતા ત્યાં જુગાર રમતા શંકરભાઇ ગોરધનભાઇ કુંઢીયા, રોહિતભાઇ ભુપતભાઇ કુંઢીયા ને પોલીસે પકડી પાડ્યા હતા, પરંતુ રેડ દરમિયાન ઘટના સ્થળેથી નકુમ મંદરીયા અને મેહુલ પંસારા નામના બે શખ્સો નાસી ગયા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,900 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.આ મામલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

મોરબીના મહેન્દ્રનગર નજીક સીએનજી પંપ સામેની શેરીમાં જુગાર રમતા રાહુલભાઈ મનસુખભાઈ પારેજીયા, દિવ્યેશભાઈ બાબુભાઈ હરસોર, સુધીરભાઈ હર્ષદભાઈ બાવરવા અને રાજેશભાઈ દલસુખભાઈ અઘારા નામના જુગારીઓને પોલીસે રૂ.- 25,100ના મુદામાલ સાથે ઝડપી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી લીલાપર રોડ નજીક બાતમીના આધારે પોલીસે રેડ મારતા મહાદેવ કારખાનાના ગ્રાઉન્ડમા જાહેરમાં જુગાર રમતા બટુકભાઇ બાબુભાઇ સોમાણી, વિશાલભાઇ ભીખુભાઇ પીપળીયા, ભરતભાઇ રમેશભાઇ બાટી, વસંતભાઇ ઉર્ફે લાલો દેવશીભાઇ હમીરપરા અને કાજલબેન રમેશભાઇ કુંભાભાઇ સાયા સહીત કુલ પાંચ જુગારીઓને રૂ.- 18,500 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW