માળીયા મી તાલુકાના મોટી બરાર ગામે રહેતા દલીત વાસ માં ભારે વરસાદ અને ગટર ના પાણી નો નિકાલ નો હોવાથી ગામ જનો માં રોષ જેમાં મળતી માહિતી અનુસાર ગામ ના અમુક વ્યક્તિ દ્વારા ઓ પાણી નો નિકાલ નો દબાણ હોવાથી અને નિકાલ કરવા દેતા નથી તે બાબત ની લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી ને મેલ મારફતે રજુઆત કરી હતી અને ગામ પંચાયત ને મોખીક રજુઆત કરી પણ કોઈ યોગ્ય નિકાલ કરેલ નથી અને તલાટી કંટ્રોલ રૂમ માં રજુઆત કરી અને નાના બાળકો છે આવું બે વર્ષ થી થાય છે અને ગામ ની ગટર નું પાણી પણ ફરીયામા આવે છે જેથી રોગચાળો ફેલાયો નો ભય પેદા થાય એમ છે અને મરછર ખુબજ થયા છે જેથી પીવાનું પાણી બે દિવસ થી ભરી સકતા નથી અને તંત્ર ને જાણ પણ કરેલ છે છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો અમારા ફરીયા માં કે કોઈ ધર ના વ્યક્તિને નુકસાન થશે તો તેની જવાબદારી લાગુ પડતાં તંત્ર ની રહેશે તેવા આક્ષેપો દલીત વાસ ના પરીવારો કરી રહ્યા છે