HomeGujaratહળવદમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

હળવદમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

હળવદના આસ્થા રોડ પર GJ-36-P-4647 નંબરના બાઈકમાં દારૂની હેરાફેરી કરનાર હસમુખ ઉર્ફે હસુ ખીમજીભાઇ ચાવડા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સની પૂછપરછ કરતા તેની વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતરાવેલ હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે તેની વાડીમાંથી ઈંગ્લીશ દારૂની કુલ 30 બોટલો મળી આવી હતી અને આરોપીનું બાઈક, મોબાઈલ અને દારૂના મુદામાલ સહીત કુલ રૂ.- 48,745 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મેહુલ રમણીકભાઇ ગોઠી નામના વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું. હળવદ પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW