HomeGujaratમોટી બરારમાં પ્લોટના ઠરાવ અને રોજકામ માટે રૂ 5000 ની લાંચ લેનાર...

મોટી બરારમાં પ્લોટના ઠરાવ અને રોજકામ માટે રૂ 5000 ની લાંચ લેનાર તલાટી મંત્રીને કોર્ટે ફટકારી 5 વર્ષની કેદ

માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામમાં રહેતા ભુરાભાઈ મુન્સી નામના ગ્રામજનને વર્ષ 2012માં સરકાર તરફથી મકાન બનાવવા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જોકે આ પ્લોટ માટે નો ઠરાવ અને પંચ રોજકામની નકલ માટે અરજદાર પાસે તલાટી મંત્રી આણદાભાઈ શીવાભાઈ ફેફરે રૂ ૫000ની લાંચ માગી હતી જેમાંથી એક 1000 લીધા બાદ અન્ય રકમ પછી આપવાનું નક્કી થયું હતું જોકે ભુરાભાઈ લાંચ આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીમાં જાણ કરી હતી જે બાદ એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપી તલાટી મંત્રીને લાંચ લેતા ઝડપી લીધો હતો જે બાદ તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી આ કેસ મોરબી કોર્ટમાં ચાલ્યો હતો જેમાં વિજયકુમાર જાની દ્વારા પોલીસ તરફથી દલીલો કરવામાં આવી હતી જેમાં ૧૨ મૌખિક પુરાવા 44 દસ્તાવેજી પુરાવા રજુ થયા હતો બચાવ પક્ષે ત્રણ મૌખિક અને ત્રણ લેખિત પુરાવા રજુ કર્યા હતા બન્ને તરફથી રજુ થયેલા પુરાવા અને સાક્ષી આધારે કોર્ટે આરોપી આણદા ભાઈ ફેફરને 5 વર્ષની કેદ 5 હજારનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW