મોરબીમાં ગત 25 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં મોરબીના પાડાપુલ પાસે, મણીમંદિરની સામે એક લાશ મળી આવી હતી. જેની વાલી વારસના શોધ માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
તારીખ 25 ઓગસ્ટના રોજ લાશ મળી આવતા પોલીસ દ્વારા આ મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વ્યક્તિનું નામ અનુભાઈ સવજીભાઈ મારુ ઉંમર 52 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિનો કોઈ વાલી વારસ મળી શક્યો ન હોવાથી પોલીસ દ્વારા વાલી વારસની શોધ કરવામાં આવી રહી છે. કોઈને આ વ્યક્તિ વિશે માહિતી મળે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર 02822 230188 પર સંપર્ક કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ વી.કે. ફુલતરિયાની યાદીમાં જણાવ્યું છે.