હળવદના ઉમીયાપાર્ક રહેતા અને મૂળ વાંકાનેરના લુણસરના વતની ધર્મિષ્ઠાબેન વ્રજલાલ બારૈયા નામના મહિલા ગઈકાલે ઘણાદ ગામની નદીના પુરમા તણાઇ પાણીમા ડુબી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગેની નોધ કરી છે.