મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
મોરબી રીજનલ ફલ્ડ સેલના અહેવાલ મુજબ હાલની વર્તમાન પરિસ્થિતિ મુજબ મચ્છુ-1 ડેમ 100 % ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ 60,199 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. સામે ડેમ 4.2 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને 60,199 ક્યુસેક પાણી આઉટફલો થઈ રહ્યો છે. મચ્છુ-2 ડેમ 100 % ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 1,89,962 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે સામે 16 ગેટ 15 ફૂટ અને 6 ગેટ 7 ફૂટ જેટલા ખોલી 1,89,962 પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ-3 ડેમ 84.82 ટકા ભરાયેલો છે. ડેમમાં 2,90,952 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 18 ગેટ 18 ફૂટ જેટલા ખોલીને 2,90,952 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમી-1 ડેમ 100 % ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 20,547 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમમાં 2.59 મીટર ઓવરફ્લો થઈને 20,547 ક્યુસેક પાણી આઉટફ્લો થઈ રહ્યો છે. ડેમી-2 ડેમ 100 % ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 24,828 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે ડેમના 4 ગેટ 6 ફૂટ તથા 2 ગેટ 7 ફૂટ ખોલીને 24,828 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમી-3 ડેમ 100% ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 52,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 9 ગેટ 9 ફૂટ જેટલા ખોલી 47,574 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-1 ડેમ 90.87 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-2 ડેમ 57.33 % ભરાયો છે. ડેમમાં 3466 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમનું લેવલ જાળવવા માટે 4 ગેટ 1 ફૂટ ખોલીને 3966 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઘોડાધ્રોઇ ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ 3052.78 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 2 ગેટ 0.30 મીટર ખોલીને 3052.8 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બંગાવડી ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ 2825 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમ 0.50 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી 2825 ક્યુસેક પાણી આઉટફ્લો થઈ રહ્યો છે.
જિલ્લાના લગભગ તમામ ડેમ છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે જિલ્લા વાસીઓને આ પરિસ્થિતિમાં ડેમ સાઈટ કે નદી-નાળા નજીક ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારો પણ ખાલી કરાવવામાં આવ્યા છે.

