HomeGujaratમોરબી-હળવદ હાઇવે ઉપર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા એકનું મોત

મોરબી-હળવદ હાઇવે ઉપર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા એકનું મોત

મોરબી-હળવદ હાઇવે ઉપર ઘુંટુ આઈટીઆઈ નજીક મૂળ છોટા ઉદેપુરમાં રહેતા રંગીતભાઈ ઉર્ફે રણજીતભાઈ રાઠવાએ બાઈક ઉપર પત્ની અને પુત્ર સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-36-V-9144 નંબરના ટ્રક ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી અકસ્માત સર્જતાં રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તે બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે આ અકસ્માતમાં રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવાના પત્ની મંજુલાબેન અને પુત્ર વનરાજસિંહને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી વાહન મૂકી નાસી ગયો હતો.આ બનાવ અંગે રંગીતભાઈ ઉર્ફે રણજીતભાઈ રાઠવાના પત્ની મંજુલાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW