મોરબીના સર્કીટ હાઉસ પાસે આવેલ કાર સ્પા સર્વિસ સેન્ટરમાં અજયભાઈ પ્રેમજીભાઈ ગુગડીયા નામનો યુવાન કામ કરતા હોય, તે દરમિયાન ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ શરુ કરી છે.
આ ઉપરાંત મોરબીના ગીડજ ગામે રહેતા અજયભાઈ વિનુભાઈ જોગરાજીયા ઉ.વ.24 વાળાને ગઈકાલે દયારામભાઈ ની વાડીમાં હોય તે સમયે વિજશોક લાગતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

