વાંકાનેરથી કેરાળા તરફ અકબરભાઈ નામનો યુવાન સાયકલ ચલાવી જતો હતો. તે સમયે RJ-04-GC-3272 નંબરનો ટ્રક ચાલક પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી જઈ વાંકાનેર ચંન્દ્રપુર નુર પ્લાઝા કોમ્પલેક્ષ પાસે ને.હા રોડ પાસે તે સાયકલ ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે સાઇકલ સવાર યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે યુવકના મોટા ભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

