HomeGujaratમોરબીમાં જુગાર રમતા 20જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા 20જુગારીઓ ઝડપાયા

મોરબીમાં શાંતિવન સોસાયટી જીલટોપ કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચિરાગભાઈ રણજીભાઈ સનુરા, ધીરજગીરી ભગવાનગીરી ગોસાઈ, ભરતભાઈ વલજીભાઈ સુરેલા, રવિભાઈ જનકભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પરમાર, પ્રશાંતભાઈ હિતેશભાઈ સુથાળ અને કિરણભાઈ મહાદેવભાઈ દલવાડી ને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કુલ રૂ. 15,400ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

બીજા એક બનાવમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે મોરબીના શોભેશ્વર મંદિરની બાજુમાં વાણીયા સોસાયટી ખાતે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા  મુનભાઈ અમરીશભાઈ કારૂ, રવિભાઈ બાબુભાઈ હમીરપર, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી, અજયભાઈ નથુભાઈ સાલાણીને કુલ રોકડ રૂ.28,000 સાથે પકડી પાડી જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમજ મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે શહેરમાં માધાપર વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાંથી જુગાર રમતા વિજય બાબુભાઈ વીંજવાડીયા, અજયભાઈ શાંતિભાઈ જીંજવાડીયા, લક્ષ્મણભાઈ ગોકલભાઈ ટોટા, શાહરૂખભાઇ ફિરોજભાઈ પઠાણ, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરિયા, આરીફભાઈ હુસેનભાઈ ચૌહાણ, અજયભાઈ મનસુખભાઇ વરણિયા અને ઉમેશભાઈ ટીડાભાઈ ગોલતરને કુલ રૂ. 5,34,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધારા મુજબનો ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW