ટંકારા પાલિકાને પ્રથમ ઓબીસી પ્રમુખ મળશે
રાજ્યમાં ઓબીસી અનામતનું ગુંચવાયેલ કોકડું ઉકેલાયા છેલ્લા દોઢ વર્ષથી અટકેલી નગર પાલિકાઓની ચૂટણી નું ચિત્ર ધીમે ધીમે સ્પસ્ટ થઇ રહ્યું છે. રાજ્ય સરકાર નાશહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ દ્વારા 150 નગરપાલિકાના પ્રમુખ અંગેના રોટેશનનું જાહેર નામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પ્મોરબી જિલ્લાની નવી જાહેર થયેલ ટંકારા નગરપાલિકા સહિતની 4 પાલિકાનો પણ સમાવેશ થયો છે. ટંકારા પાલિકાને પ્રથમ પ્રમુખ ઓબીસી માંથી મળશે. આ ઉપરાંત માળિયામાં ઓબીસી જયારે વાંકાનેરમાં મહિલા ઓબીસી માટે રીઝર્વ જાહેર કરી છે, તો હળવદ સીટ મહિલા માટે અનામત જાહેર કરાઈ છે.
રાજ્યની અલગ અલગ નગરપાલિકાઓમાં ચૂટાયેલ પાંખની મુદત પૂર્ણ થતા દોઢ વર્ષ કરતા પણ વધારે સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. અગાઉ ઓબીસી અનામતનું કોકડું હાઈકોર્ટમાં ગુંચવાયેલ હતું જેના કારણે મતદાન થઇ શકતું ન હતું. હવે આ અંગે નિર્ણય આવી જતા પાલિકાઓમાં ચૂંટણીનો માર્ગ મોકળો બની ગયો છે.આગામી ગમેં ત્યારે રાજ્ય ચૂંટણી તંત્ર જાહેરાત કરી શકે છે. જોકે આ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ 150 પાલિકા આગામી પ્રમુખ અગેનું રોટેશન જાહેર કરાયું છે.
ત્યારે મોરબી જિલ્લામાં ચાર નગર પાલિકા પૈકી ત્રણ નગરપાલિકામાં વહીવટદાર શાસન છે. આ જેમાં તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી ટંકારા નગર પાલિકામાં પણ હાલ વહીવટદાર શાસન છે અને ત્યાં રાજકીય પક્ષ ચૂંટાયેલ પાંખનું શાસન આવે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની નવી બનેલી ટંકારા નગરપાલિકાના પ્રમુખ માટે પણ રોટેશન જાહેર થયું છે. જે મુજબ પ્રથમ પ્રમુખ માટે ઓબીસી માટે ફાળવાઈ છે. આ ઉપરાંત વાંકાનેર નગર પાલિકામાં ઓબીસી મહિલા માટે રીઝર્વ જાહેર થઇ છે તો હળવદ નગર પાલિકાની સીટ મહિલા અનામત જાહેર થઇ ચુકી તો માળિયા મિયાણા નગર પાલિકાની પ્રમુખની સીટ પણ ઓબીસી માટે અનામત જાહેર કરાઈ છે.

