મોરબી સિટી-બી ડિવિઝન પોલીસનો સર્વેલસ સ્ટાફ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન ડ્રોન કેમેરામાં એક શખ્સ નંબર પ્લેટ વિનાનુ બાઇક લઇ આવતો જોવા મળ્યો હતો. હનીફભાઇ કાસમભાઇ સંધવાણી ઉ.વ.૨૮ રહે- માળીયાવાળા આ શખ્સને રોકીને પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય, જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બાઇક ચોરાય હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેથી આરોપીની પુછપરછ કરતા તેને બાઇક મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા બાઇક ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત બાઇક રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.