HomeGujaratવાંકાનેરના ઢુવા પાસે આવેલ સિરામિકની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વાંકાનેરના ઢુવા પાસે આવેલ સિરામિકની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ માહિતીના આધારે વાંકાનેરના ઢુવા ગામની સીમમાં રેડ મારતા ત્યાં બંધ હાલતમાં રહેલ રેઇન્બો સિરામિકની ઓફિસમાં જુગાર રમતા મોહનભાઈ લખમણભાઈ ભલસોડ, હર્ષદભાઈ ઓઘળભાઈ ડાભી, રાજુભાઈ વિરમભાઇ અણીયારીયા, પ્રતાપભાઈ ગગજીભાઇ રાઠોડ, રાજેશભાઈ માવજીભાઈ ચનીયારા અને રાકેશભાઈ જયંતિભાઈ એરવાળીયા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 32,400 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW