HomeGujaratમોરબી જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે

મોરબી જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના ફોર્મ તારીખ 22 ઓગસ્ટ 2024 સુધી ભરી શકાશે.

આ સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય ધરાવતા યુવકો તથા યુવતીઓ ભાગ લઈ શકશે. જેમાં “Innovation in science and Technology”ની થીમ રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કઈ સ્પર્ધામાં ભાગ લેવાનો છે તે વગેરે જેવી તમામ વિગતો સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.22/08/2024 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રુમ નં.236/257, 2જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-2 363642 ફોન નં. 02822 241844 ખાતે જમાં કરવાના રહેશે. તા.22/08/2024 પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW