HomeGujaratમોરબીના બગથળામાં ઠોરિયા પરીવારના માતાજીના મઢનું ભૂમિ પૂજન,ખાત મુર્હૂત કરાશે

મોરબીના બગથળામાં ઠોરિયા પરીવારના માતાજીના મઢનું ભૂમિ પૂજન,ખાત મુર્હૂત કરાશે

મોરબી તાલુકાના બગથળા ગામે ઠોરિયા પરિવારની એક કુટુંબ ભાવના અને સંપ સહકાર વધારવા અને માતાજી નાં આશીર્વાદ સદાય સમસ્ત ઠોરીયા પરિવાર ઉપર વરસતા રહે અને સૌને પોતાના કુલદેવીના નિયમિત શ્રદ્ધા અને દર્શનનો લાભ મળે તે માટે સૌના સાથ સહકારથી કુળદેવી રાજ રાજેશ્વરી બહુચરાજી માતાજીની સ્થપાના ધાર્મિક વિધિ પ્રમાણે બગથળા ગામમાં ઠોરિયા પરીવારના માતાજી નો મઢ બનાવવાનું આયોજન કરેલ છે. આ માટે તા.-21/08/2024 નાં રોજ સાંજે 4:30 કલાકે ભૂમિ પૂજન અને ત્યાર બાદ ખાત મુર્હૂત નકલંક મંદિરના મંહત દામજી ભગત ના હસ્તે કરવામાં આવશે. તરઘરી, ફગસિયા, ઝિક્યારી, માનસર, બરવાળા, લક્ષ્મિવાસ, રામનગર, માનસર, સોલાડી, કુંતલપુર, કાંતિપુર, હમીરપર આમ જુદા જુદા ગામ માં વસતા કુટુંબીજનો અને સંબંધીઓને બહોળી સંખ્યામાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરિવાર ના સભ્યો સમૂહ ભોજન લેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW