HomeGujaratમોરબી જિલ્લામાં ત્રણ ગુટલીબાજ શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર, એક શિક્ષિકાને ડીસમીસ કરવા...

મોરબી જિલ્લામાં ત્રણ ગુટલીબાજ શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર, એક શિક્ષિકાને ડીસમીસ કરવા તજવીજ

અનેક નોટિસ છતાં શાળામાં હાજર ન રહેતા હવે રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવાનું ફરમાન,

મોરબી જિલ્લાની સરકારી શાળાની ત્રણ શિક્ષિકાઓ શાળામા હાજર રહેવાને બદલે ગુટલી મારીને ઘેર હાજર રહેતી હોવાથી અનેક વખત નોટિસ ફટકારી છે. અનેક નોટિસ છતાં શાળામાં હાજર ન રહેતા હવે રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જો આ રૂબરૂ સુનાવણીમાં હાજર નહિ રહે તો કાયદેસરની કાર્યવાહી કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે.

રાજ્યના અલગ અલગ જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો લાંબા સમયથી શાળામાં હાજર ન રહીનર ગુટલી મારતા હોવાની વાત છેક રાજ્ય સરકારના કાને પહોંચી હતી. તેથી રાજ્ય સરકારે જે તે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી તેમના જિલ્લામાં શિક્ષકોની તપાસ કરવા અને તપાસમાં જો કોઈ શિક્ષક ગુટલી મારીને ન આવતા હોય તો તેમની સામે શિક્ષણના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આથી મોરબી જિલ્લામાં આ દિશામાં તપાસ કરવામાં આવતા ત્રણ શિક્ષિકાઓ ઘણા સમયથી મંજૂરી વગર શાળામાં ગુટલી મારી ગેરહાજર રહેતી હોવાનું સામે આવ્યું છે. આથી હળવદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા નંબર -4માં ફરજ બજાવતા શિક્ષિકા વ્યાસ ચામીનીબેન વિજયભાઈ  તા.11/3/2024થી શાળામાં ગેરહાજર હોય તે બદલ તાલુકા કક્ષાએ ત્રણ વખત, જિલ્લા કક્ષાએ બે વખત અને ગત 20 જુલાઈના રોજ આખરી નોટિસ આપવામાં આવી છે.જ્યારે બીજા શિક્ષિકા વાંકાનેરના વાઘેલા ઉર્વશીબેન પિતામ્બરભાઈ તા.7/11/2023થી સતત ગેરહાજર રહેતા હોય તેમને તાલુકા કક્ષાએ ત્રણ વખત અને જિલ્લા કક્ષાએ બે વખત તેમજ 20 જુલાઈના રોજ આખરી નોટિસ આપી હોય છતાં હાજર ન થતા તેમની રૂબરૂ સુનાવણી 20 ઓગષ્ટના રોજ રાખવામાં આવી છે. તેથી 20 ઓગસ્ટના રોજ આ બે શિક્ષકો રૂબરૂ સુનાવણીમા હાજર નહિ રહે તો શિક્ષણ વિભાગ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જાણવા મળ્યું છે. તેમજ માળીયા તાલુકાની ન્યુ નવલખી શાળાના શિક્ષિકા રામીબેન સાંમતભાઈ ગત તા.9/2/2023થી ગેરહાજર હોય તેમને તાલુકા કક્ષાએ ચાર વખત, જિલ્લા કક્ષાએ બે વખત તેમજ તા. 19ના રોજ આખરી નોટિસ આપવામાં આવી છે અને તેઓને ડીસમીસ કરવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW