મોરબીમાં તારીખ:-13/08/2024 નાં રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે, મોરબી નીચી માંડલ ગામે એક કેનાલ પાસે એક પીડીત યુવતી છેલ્લા સોળ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ ખૂબ જ પુછપરછ કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે તેથી કિશોરી ની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.
જેના પગલે 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરી ને ત્યાંના લોકોએ એક વાડીમાં સુરક્ષિત રીતે બેસાડેલા હતાં અને તેમને જમાડ્યા હતા. 181 અભયમ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી બેનને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ કિશોરીને તેમના ઘરનું સરનામું અને રસ્તો પણ યાદ ન હતું. ઘણા પ્રયત્નો બાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે તેમના માતા પિતા અને એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે તેઓ એક કંપની માં મજુરી કામ કરે છે ત્યારબાદ કિશોરી એ જણાવેલ કે કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને ઢોરમાર મારતાં હતાં.
કિશોરી સાથે તેમના માતા પિતા નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા અને મારઝૂડ કરતાં હતાં અને કિશોરી સાથે ગેરવર્તન કરતા હતા અને અપશબ્દો બોલતા હતા માટે કિશોરી આવા અનેક પ્રશ્નો થી કંટાળીને છેલ્લા સોળ કલાકથી ઘરેથી કોઈને પણ જાણ કયૉ વિના વહેલી સવારે ૫ વાગ્યે ચાલતાં ચાલતાં એક કેનાલ પાસે પહોંચ્યા હતા કિશોરી ના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા માટે કિશોરી ઘરે એકલી હતી તેથી અંધારામાં નીકળી ગયા હતા.
ત્યારબાદ તેમના માતા પિતા અને જે કંપનીમાં કામ કરતા હતા. તે કંપનીનું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા તેમના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ અને તેમની કંપની માં ગયેલા બાદમાં કિશોરી એ જણાવેલ કે મારા માતા પિતા માટી ખાતામાં મજુરી કામ કરે છે. કિશોરી નાં પરિવારે જણાવેલ કે વહેલી સવારની છેલ્લા સોળ કલાકથી અમારી જાણ બહાર તેમની દીકરી કહ્યા વગર નીકળી ગયેલ તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળેલ નહીં. ત્યારબાદ 181 ટીમે સલાહ સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ દિકરી સાથે મારઝૂડ ન કરવા અને અયોગ્ય વર્તન ન કરવા તેમજ દિકરી ને શિક્ષણ આપવા બાબતે તેમના માતા પિતા ને લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરી નું ધ્યાન રાખવા જણાવેલ.
આમ કિશોરી એ ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો અને રાજીખુશીથી તેમના માતા પિતા સાથે જવાનું કહેલ કિશોરી નાં પરિવાર જનોએ તેમની દીકરી ને સહિ સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો.

