મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઉમા ટાઉનશીપ પટેલ હાઈટસ નજીક જુગાર રમતા જયંતીલાલ ગોરધનભાઇ મકવાણા, દુર્લભજીભાઇ લાલજીભાઇ લોરીયા, રવજીભાઇ ચતુરભાઇ લોરીયા, પ્રફુલભાઇ છગનભાઇ હાસલીયા, શાંતીલાલ મલુભાઇ ચાપાણી અને કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી રેડ દરમિયાન કુલ રૂ.- 30,750 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે છ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

