મોરબી-વાંકાનેર હાઈવે પર પંજાબ બેન્ક સામે ગત તા.- 22/07/2024 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ તેની સી એન જી ઓટો રિક્ષા લઇ બેદકારીપુર્વક અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતા રોહિતભાઈ બાબુભાઈ ઓગણીયાના GJ-13-BG-1132 નંબરના બાઈકને હળફેટે લેતા અકસ્માત થતા મોટર સાયકલ પાછળ બેસેલ ફરીયાદી ના પત્ની કાજલબેન ઉવ.21 વાળી ના પગ રિક્ષા સાથે ભટકાતા બાઈક ઉપર થી પડી જતા માથામાં ગંભીર ઇજા થતા રીક્ષા ચાલક પોતાની રિક્ષા સી એન જી ચલાવી નાશી ગયો હતો. જે બાદ કાજલબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી ગયા હતા.જ્યાં કાજલબેનનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રોહિતભાઈએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં તે રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

