HomeGujaratવાંકાનેરમાં અલગ-અલગ સિરામિકમાં કોપર વાયર અને થર્મોકપલની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

વાંકાનેરમાં અલગ-અલગ સિરામિકમાં કોપર વાયર અને થર્મોકપલની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી. , ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો તેમજ સોલીજો વીટ્રીફાઈડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તેમજ થર્મોકપલની ચોરી કરનાર કુલ ત્રણ આરોપી (1) દિવ્યેશબહિ રાયસંગભાઈ ઝાલા રહે.- મોરબી, નિત્યાનંદ સોસાયટી હાઉસિંગ મૂળ ગામ- ધામળેજ તા. સુત્રાપાડા જી.ગીર સોમનાથ (2) મીતકુમાર રાયસિંહભાઇ પરમાર રહે.- કાજ તા. કોડીનાર જી.ગીર સોમનાથ (3) મંતવ્ય નાથાભાઈ મોરી મોરબી, નિત્યાનંદ સોસાયટી હાઉસિંગ મૂળ ગામ- અડવી તા. કોડીનાર જી.ગીર સોમનાથવાળા શખ્સોને ચોરી કરેલ 600 કિલોગ્રામ કોપર વાયર અને થર્મોકપલમાંથી નીકળતો પ્લેટીનિયમ તાર 77.5 ગ્રામ એમ કુલ મળી રૂ.- 9,66,250 ના મુદામાલ સાથે ચોરી કરનાર ત્રણ શખ્સો તેમજ ચોરીનો માલ ખરીદનાર બીલાલ રફીકભાઈ કચ્છી સહીત કુલ ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

તે આરોપી દિવ્યેશભાઈ રાયસંગભાઈ ઝાલા એ માટેલ ચોકડી પાસે આવેલ લીવીઝોન કારખાનામાં વાયરમેન તરીકે કામ કરતો હતો. જે આજુબાજુના આવતા કારખાનાની દિવસે રેકી કરી રાતના સમયે તેનો મિત્ર મીતકુમાર અને મંતવ્ય સાથે જઈને કારખાનમાં દિવ્યેશ અને મંતવ્ય ચોરી કરતા અને મિત બહાર રહી નજર રાખતો હતો.આ ચોરી કરેલ વાયરો તે ભંગારના ડેલાવાળા બીલાલને વેચી દેતા હતા. તે શખ્સો પાસેથી કોપર વાયર 600 કિલોગ્રામ કી રૂ.- 5,40,000 , થર્મોકપલમાંથી કાઢેલ પ્લેટીનિયમ તાર 77.5 ગ્રામ કી રૂ.- 4,26,250 , એક એકટીવા કી રૂ.-40,000 , 4 મોબાઈલ ફોન કી રૂ.- 35,000 અને રોકડ રૂ.- 2,500 ના મુદામાલ સાથે તે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW