હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ મહાકાળી આશ્રમમાં ગત તા.-08/08/2024ના રોજ મહાકાળી માતાજીના મંદીરમાં અજાણ્યા તસ્કરો પ્રવેશી મંદિરમાં રહેલ ચાંદીના બે છતર જેમાં ચાંદીના છત્તર નો વજન 2 કિલોગ્રામ રૂ.- 50 હજાર તથા બીજા ચાંદીના છતરનો વજન 1કિલોગ્રામ કિ.રૂ.- 25 હજાર એમ કુલ કિ.રૂ.- 75,000ના મતાની ચોરી થતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

