રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું એવું જામ્યું છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો છે જોકે કેટલાક વિસ્તાર એવા છે કે ચોમાસું પાકને જેટલી જરૂરિયાત છે તેટલું પાણી વરસ્યું નથી જેના કારણે પાકનો પુરતો વિકાસ રૂંધાયો છે અને આ મુદે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મના આગેવાનો ખાખરેચી મંડળી નાં પ્રમુખ અશોક બાપોદરિયા તથા વેજલપર હરેશ સરપંચ વિકાસ થડોદા જીલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયા તથાઘાટીલા સરપંચ ઉમેશ જાકાસણીયા અને દરેક આગેવાનો અને ખેડૂતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળ્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમ ધ્રાંગધ્રા બ્રાન્ચ નીચે આવતી ડી 24 મા આવતા તમામ તળાવ ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી ખેડૂતો અને આગેવાનોની રજૂઆત અંગે ધારાસભ્ય કાંતિભાઈએ નર્મદા વિભાગમાં પાણી છોડવા સુચના આપી હતી જે બાદ સિંચાઈ વિભાગે પાણી છોડતા ખેડૂતોના ચોમાસું પાકને નવજીવન મળે તેવી આશા સેવાઈ રહી છે