મોરબીના માધાપરમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા માધાપર શેરી નં.-13 માં રહેતા આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તે શખ્સના મકાનમાંથી વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ-8 કિંમત રૂ.- 2400 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. જોકે આરોપીની ઘટના સ્થળે હાજર ન મળતા પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહીબીશનના ગુનાની નોધ કરી છે.
આ ઉપરાંત કાલિકાપ્લોટમાં વિદેશી દારૂ સાથે રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા ને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 1200 મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સ વિરુધ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.