વાંકાનેરથી મોરબી વચ્ચેથી નીકળતા નેશનલ હાઈવે પર વઘાસીયા ગામના ટોલ નાકાને અડીને આવેલા વ્હાઈટ સીટી સિરામિક તેમજ ગામની અંદરથી નીકળતા રસ્તા પર ગેર કાયદે વાહનોને પ્રવેશ અપાવી તેની પાસેથી પૈસા ઉઘરાવીદોઢ વર્ષ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરીટીને વર્ષે કરોડો રૂપીયાનું નુકશાન કરાવ્યું હતું આં અંગે અખબારી અહેવાલ સામે આવતા પોલીસ તંત્ર જાગ્યું હતું અને તપાસ કરી ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ સહિતના અલગ અલગ આરોપીઓ સામે ગુન્હો નોધ્યો હતો આ કેંસમાં આરોપીઓની ધરપકડ કરાઈ હતી જે બાદ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે જોકે આ અંગે કોર્ટ કેસ ચાલતો હોય અને સરપંચ પણ આરોપી હોવાથી પંચાયત ધારા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિએ વઘાસીયા ગામના ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા