(1) મોરબીના આલાપ સોસાયટી નજીક વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
મોરબી પોલીસે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન આલાપ સોસાયટી નજીક વિદેશી દારૂ સાથે દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા અને અરવિંદભાઈ દાદુભાઈ બાટી ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-2000 નો મળેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કરી, મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશનના એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
(2) મોરબીના વાવડી રોડ નજીક કારિયા સોસાયટીમાં ત્રણ મહિલા સાથે પાંચ જુગારી પકડાયા
મોરબીના વાવડી રોડ નજીક આવેલ કારિયા સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા રહેણાંક મકાનમાં જુગાર રમતા નીતીનભાઇ કાનાભાઇ ડાંગર, ચેતનાબેન નવીનભાઇ ગુજ્જર, મીનાબેન કાનાભાઇ ખટાણા, રેખાબેન હરેશભાઇ ગોસ્વામી અને મનસુખભાઇ મોહનભાઇ પરમાર નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 14,100 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ પાંચ જુગારી વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.
(3) વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઇસર ચાલકે ટ્રેઇલર સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગમારા પેટ્રોલ પંપ પાસે GJ-03-BY-7148 નંબરના આઇસર ટ્રક ચાલકે કેફી પીણું પીધેલી હાલતમાં લાઇસન્સ વગર પોતાના હવાલાવાળો ટાટા ટ્રક આઇશર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ટાટા સીગ્ના ટ્રક ટ્રેઇલર રજી.નં.KA-35-D-7681 વાળા સાથે ભટકાડી અકસ્માત સર્જી ટ્રેઇલરમાં નુકશાન પહોંચાડયુ હતું. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી આઇસર ચાલક જુવાનસિંગ શાંતિલાલ વખલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
(4)મોરબીના ઉમિયા સર્કલ પાસે સ્વીફ્ટ કારે બાઈકને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક GJ-03-R-8286 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી જતો હોય તે દરમિયાન સામેથી આવતા GJ-03-AB-9809 નંબરના એફ ઝેડ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક સુનિલ હીરાભાઈ કણઝારિયા અને નવનીતભાઈ નામના વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે સુનિલભાઈ એ તે કારચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

