માળીયા મીયાણા તાલુકાના મહેન્દ્રગઢ ફગસિયા ગામને જોડતા રોડને ગત ઉનાળામાં જ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા નવો બનાવવામાં આવ્યો છે જોકે આ રોડ પર મહેન્દ્રગઢ અને ફગશીયા ગામ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી પ્રવાહ ની ઉપર વર્ષો જૂનો નાનું આવેલું હોય અને તેના પર કામ ચલાવો બ્રિજ બનાવવામાં આવ્યું હતું. જો કે આ બીજ સર્જરી હોવાથી ખૂબ જિલ્લા પંચાયત દ્વારા તેને ડેમેજ જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં નવો રોડ બન્યો ત્યારે આ નાલા ઉપરના પુલ ની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગત રાત્રે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે મોટાં પ્રમાણમાં વરસાદી પાણીની આવક થતાં પાણીના પ્રવાહ ને કારણે પુલ નો એક ભાગ નબળો પડી ગયો હતો અને એક તરફની દીવાલ તૂટી પડી હતી દિવસ દરમિયાન અહીથી મોટા ટ્રક અને ભારે વાહનોની પણ અવર જવર રહેતી હોય છે આવા સમયે આં નાલા પરનો પુલ ના એક તરફની દીવાલ તૂટી જતા આગામી દિવસોમાં અહીથી પસાર થતા વાહન ચાલકો સાથે ગંભીર અકસ્માત સર્જાઈ તેવી સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ગ્રામ જનો દ્વારા આગામી દિવસોમાં ફરી વરસાદી પાણી નો આવક થાય અને રોડ પરનો બાકીનો પુલ પણ તૂટી પડે તે અને ગામના આવન જાવન નો રસ્તો બંધ થાય તે પહેલા રીપેરીંગ કામગીરી કરવામાં આવે એવી માગણી કરી છે.