Monday, September 9, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં સતત ત્રણ વર્ષથી જુલાઈ માસમાં વરસાદ વધ્યો, ચાલુ વર્ષે સરેરાશ...

મોરબી જિલ્લામાં સતત ત્રણ વર્ષથી જુલાઈ માસમાં વરસાદ વધ્યો, ચાલુ વર્ષે સરેરાશ ૧૧ ઇંચ પાણી વરસ્યું

રાજ્યભરમાં ચાલુ વર્ષે મેઘરાજાની એન્ટ્રી જેટલી તોફાની હતી તેના કરતા વધુ તોફાની વરસાદ જુલાઈ મહિનામાં થયો છે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત તમામ સ્થળે વરસાદનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રના દ્વારકા જુનાગઢ પોરબંદર જિલ્લામાં તો જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જુલાઈમાં જોવા મળી હતી જોકે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદ વચ્ચે મોરબી જિલ્લામાં અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્રના આ જિલ્લાની સરખામણીએ ઓછો વરસાદ પડ્યો છે જોકે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે વરસાદ નોધાયો છે મોરબી જીલ્લામાં અગાઉના છ વર્ષનાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદ જોઈએ તો અગાઉના ચાર વર્ષ દરમિયાન એટલેકે ૨૦૧૮ થી૨૦૨૧ દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪ થી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં એટલે જુલાઈ મહીંના વરસાદ જોઈએ તો ૨૦૨૨ના વર્ષમાં ૧૧ .૬ ઇંચ, ૨૦૨૩ના વર્ષમાં ૮ .૪૯ અને ૨૦૨૪ના વર્ષમાં ઇંચ ૧૧ .૬ ઇંચ નોંધાયો છે.મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જુલાઈ મહિનામાં વરસાદનું પ્રમાણ સતત વધી રહ્યું છેજુલાઈ મહિના દરમિયાન ક્યારે ધીમીધારે તો ક્યારેક તોફાની રીતે વરસાદ વરસ્યો હતો. સામાન્ય રીતે મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં નહિવત વરસાદ પડતો હોય છે અથવા જુલાઈના ત્રીજા ચોથા સપ્તાહમાં વરસાદ થતા હોય છે પરંતુ ચાલુ વર્ષે તો આખા જુલાઈ મહિનામાં વરસાદી વાતાવણ રહ્યું હતું અને દરરોજ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો.આંકડાકીય રીતે જોઈએ તો ચાલુ વર્ષે ૩૧ જુલાઈ સુધીમાં સરેરાશ ૨૯૧ મીલી મીટર એટલે કે સરેરાશ ૧૧ .૫ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ગયા વર્ષે ૨૦૨૩ માં પણ ૨૨૩ મીમી એટલે કે સરેરાશ ૮.૯૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. ૨૦૨૨માં સરેરાશ ૨૯૨ મીમી એટલે કે ૧૧.૬૮ ઇંચ વરસાદ થયો હતો પરંતુ આ બે વર્ષ ને બાદ કરતાં અગાઉના પાંચ વર્ષના ચોમાસા દરમિયાન જુલાઈ મહિના માં પડેલા વરસાદ જોઈએ તો તે બે ગણી થવા જઈ રહી છે.અગાઉના ચાર વર્ષ દરમિયાન એટલેકે ૨૦૧૮ થી ૨૦૨૧ જિલ્લામાં સરેરાશ ૪ થી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં પોણા નવ ઇંચ થી સાડા અગિયાર ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં છેલ્લા ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીમાં વરસાદ જોઈએ તો ૨૦૧૮માં જિલ્લામાં સરેરાશ ૫ ઈંચ, ૨૦૧૯ માં ૫ ઇંચ,૨૦૨૦માં ૭ ઇંચ,.૨૦૨૧માં સરેરાશ ૫ ઇંચ નોધાયો હતો. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની પેટર્ન ચેન્જ થવાના કારણે ચોમાસુ પાક નું વાવેતર આગળ પાછળ થવા લાગ્યો છે.અગાઉ જૂન મહિનામાં વરસાદ ની શરૂઆત થતા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી શરુ થતી હતી છેલ્લા કેટલાક વર્ષમાં જૂન મહિનામાં ઓછા વરસાદ અને જુલાઈના બીજા ત્રીજા સપ્તાહથી વરસાદ વધતા હવે ચોમાસું પાક નું વાવેતર પણ થોડો બદલવા જોવા મળ્યો છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW