મોરબીમાં મહિલાઓને લગતી સમસ્યા અને ફરિયાદ નિવારણ માટે ના હેલ્પલાઇન નંબર 181 માં ફોન આવેલ કે એક મહિલા રસ્તામાં ઉભા હોય અને ઘરેથી નીકળી ગયેલ છે તેવું જણાવે છે આપઘાત કરવાનું જણાવતા હોય માટે મદદની જરૂર છે.જે બાદ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જયશ્રીબેન પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોંચે ત્યારબાદ સૌ પ્રથમ મહિલા ને સાંત્વના આપી સરળતાપૂર્વક કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમના આ બીજા લગ્નને એક વર્ષ થયેલ હોય તેમને હાલ ચાર મહિના નો ગર્ભ હોય તેવો તેમના પતિ સાથે રહેતા હોય તેમના પતિ તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયેલ હોય અને આપઘાતના વિચારો કરતા હોય ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતે ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપવામાં આવેલ ત્યારબાદ તેમના જણાવેલ સરનામે જઈ તેમના પતિ નું કાઉન્સિલિંગ કરતા તેમના પતિએ જણાવેલ કે તેવો તેમના પત્ની ભેગા અલગ રહેતા હોય તેમના પિતા ઓફ થઈ ગયેલ હોય તેમના માતા એકલા હોય તેમના પત્ની તેમને તેમની માતા પાસે જવાની ના પાડતા હોય અને જાય તો તેમની જોડે ઝઘડો કરતા હોય આવી નાની નાની બાબતે કાયમ ઝઘડો કરતા હોય અને આપઘાત કરવાની ધમકી આપતા હોય જેથી તેમની પત્નીને પણ સમજાવેલ કે હવે પછી તેઓ તેમના પતિને તેમની માતા પાસે જવાની ના નહીં પાડે અને તેમના પત્નીએ પણ જણાવેલ કે હવે પછી તેઓ તેમના પતિને તેમની માતા પાસે જવા દેશે તેમજ આપઘાત કરવાનું ક્યારેય પણ વિચારશે નહીં ત્યારબાદ મહિલાને તેમના પતિને સોંપેલ ટીમ દ્વારા તેમના પતિને જણાવેલ કે હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે મહિલાના પતિએ 181 અભયમ ટીમને ખાતરી આપી હતી.