મોરબીની એલસીબી ટીમે મળેલ બાતમીના આધારે હળવદના વિસ્તારમાં રેડ મારતા માથક ગામે જાલાભાઇ જાદુભાઈ સિણોજીયાની વાડીની ઓરડીમાં જુગાર રમતા જાલાભાઇ જાદુભાઈ સિણોજીયા, સંદીપભાઈ રામજીભાઈ સિણોજીયા, ભીમાભાઇ રૂડાભાઈ સડાણીયા, માંડણભાઈ ભોજાભાઈ સિણોજીયા, અજીતભાઈ મેઘજીભાઈ સોઢા અને ભરતભાઈ વસુભાઇ નંદેસરીયા નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. પરંતુ રેડ દરમિયાન દિનેશભાઈ હીરાભાઈ નંદેસરીયા એ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ શખ્સો પાસેથી કુલ રૂ.- 37,300 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી ટીમે તે સાત શખ્સો હળવદ પોલીસે સોપતા, પોલીસે તે શખ્સો સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

