મોરબીની યુવતીએ ચિત્રકારે તૈયાર કરેલા કેનવાસ ચિત્રો રજુ કર્યા.
મોરબી શહેરની ઓળખ માત્ર ઉદ્યોગ ધંધાના શહેર તરીકે થાય છે. સાહિત્ય કલા કે અન્ય કૌશલ્ય મોરબીમાં ખૂબ ઓછા વિકાસ થયો છે. જો કે, મોરબી હવે ધીમે ધીમે કળા અને કૌશલ્ય ક્ષેત્રમાં નવી કેડી કંડારવાના પ્રયાસ કરી રહ્યું છે. જેનો એક ઉદાહરણ તાજેતરમાં મોરબીની યુવા કલાકારે રજુ કર્યું હતું. મોરબીમાં રહેતી યુવતીએ ચિત્રકલા ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. મોરબી માં રહેતી યુવા કલાકાર ક્રિષ્ના અંબરીષભાઈ કાકડિયા છેલ્લા 10 વર્ષથી અલગ-અલગ પ્રકારના ચિત્રકામ કરી રહી છે.
જેમાં મોરબીના અલગ-અલગ ઐતિહાસિક સ્થળો અલગ અલગ જીવન શૈલી તસહિતના ચિત્રો તૈયાર કરે છે. ક્રિષ્ના દ્વારા મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણી મંદિરની 5 ફૂટX 3 ફૂટનું પેઈન્ટીગ તૈયાર કર્યું હતું. જે પેઇન્ટિંગની તાજેતરમાં 19 થી 21 જુલાઈ દરમિયાન અમદાવાદના રવિ શંકર કલાભવન તેમજ હઠીસિંગ વિઝ્યુલ સેન્ટર ખાતે યોજાયેલા એક્ઝીબીશનમાં મણી મંદિરના આ પેઇન્ટીગને સિલેકશન કરવામાં આવ્યું હતું.જેને મોટી સંખ્યામાં કલા પ્રેમી જનતા એ સ્વીકારી ચિત્રના પસંદ કરવામાં આવી હતી.
આ અંગે યુવા કલાકાર ક્રિષ્નાબેન કાકડિયાએ જણાવ્યું હતું કે, મોરબીની અલગ અલગ ધરોહર જાણે અને સિરામિક સીટી સિવાય નવી ઓળખ બને તે માટે આ ચિત્ર તૈયાર કરે છે.

