વાંકાનેરના લાકડધાર ગામે આવેલ રેડ સ્ટોન ગ્રેનાઇટો સિરામિકમાં લાલપર ગામમાં રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

