HomeGujaratવાંકાનેરના મેસરિયા સહકારી મંડળીની ચૂંટણીમાં થયેલ મારામારીની ઘટનામાં સામ-સામી ફરિયાદ

વાંકાનેરના મેસરિયા સહકારી મંડળીની ચૂંટણીમાં થયેલ મારામારીની ઘટનામાં સામ-સામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના મેસરિયા સહકારી મંડળી ના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી માટે સોમવારે મતદાન યોજાયું હતું આ મતદાન દરમિયાન બન્ને જૂથ સામ સામે આવી ગયા હતા અને એક બીજા પર ધોકા પાઈપ વડે હુમલો કરી દેવાયો હતો જેમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોચી હતી તો એક કાર પણ સળગાવી દેવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોધી આગળની કાર્યવાહી કરી હતી જે મુજબ અશ્વીનભાઇ ધીરૂભાઇ રાઠોડએ શીવકુભાઇ દાદભાઇ ખાચર બાબભાઇ કથુભાઇ કાઠી સામે ફરિયાદ નોધાવી હતી જે મુજબ આ કામનાં અશ્વિનભાઈ ના પિતા ધીરુભાઇ મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદના ઉમેદવાર હોય અને બનાવ સમયે પ્રમુખ તથા ઉપપ્રમુખ ની વરણી કરવા માટેની મીટીંગ મળેલ હોય જે બાબતેનુ મનદુ:ખ રાખી આ કામેના આરોપીઓએ આ કામેનાઅજાણ્યા માણસોને નંબર વગરની બોલેરો કારમાં બોલાવી જે અજાણ્યા માણસોએ છરી તથા પાઇપ વડે અશ્વિનભાઈ તેમજ
કેસાભાઇ ગોવીંદભાઇ ઉપર હુમલો કરી ફરી.ને છરી વતી માથામાં તથા ડાબા હાથમાં ઇજા કરી તથા કેસાભાઇને માથામા તથા
ડાબા હાથે પાઇપ વતી ઇજા કરી ફરાર થઇ ગયા હતા.

સામે પક્ષે દેવકુભાઇ જગુભાઇ ધાધલ એ હિરૂબેન ધીરૂભાઇ રાઠોડ, રોહીતભાઇ ભગાભાઇ સાંકળીયા, વનરાજભાઇ ધીરૂભાઇ રાઠોડ , ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ,રમેશભાઇ ઉર્ફે ખડો બાબુભાઇ ભુસડીયા, પ્રકાશભાઇ તેજાભાઇ સાકરીયા, વિનુભાઇ કેશાભાઇ ભુસડીયા સામે ફરિયાદ નોધાવી હતી જેમાં મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદના વરણીની મીટીંગમાં મતદાન બાબતેના મનદુ:ખના કારણે બનેલ મારામારીના બનાવનો ખાર રાખી આરોપીઓએ દેવકુ ભાઈની મારૂતી સુજુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જી.જે.-૧૩.એ.એમ.-૮૮૫૨ વાળી ગાડીમાં પથ્થરથી તોડફોડ કરીને ગાડી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આખી ગાડી સળગાવી દઇ કી.રૂ.૪,૦૦,૦૦૦/-નું નુકસાન કર્યા હોવાની ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW