વાંકાનેરના ભરવાડપરા રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા એ ગઈકાલે પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા, તેને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં લઈ જતા રસ્તામાં જ તેનું મુત્યુ થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

