મોરબીમાં ચોરીના ગુનામાં ગયેલ બાઈક આરોપી હનીફભાઈ કાસમભાઈ સંધવાણીએ વાવડી ચોકડી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ વોચમાં હોય, તે દરમિયાન તે શખ્સ નીકળતા તેને અટકાવીને બાઈકના કાગળો માંગતા તેની પાસે કાગળિયાં ન હતા. પોલીસે પોકેટ કોપ એપ દ્વારા સર્ચ કરતા તે બાઈકની મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં બાઈકની ચોરી અંગે ફરિયાદ નોધાયેલી હતી, જેથી તે આરોપીને પોલીસે અટક કરી ગુનો નોધ્યો હતો. તે આરોપીનો ગુનાનો ઈતિહાસ માળીયામાં પ્રોહીબીશનના ત્રણ ગુનામાં સંડોવાયેલ હતો. પોલીસે ચોરીમાં ગયેલ બાઈકને રીકવર કરી તે આરોપી વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

