મોરબી તાલુકાના બહાદુર ગઢ ગામની સીમમાં આવેલા ફેરોલી એલ એલપી નામની ફેકટરીના પાછળના ભાગે કેટલાક શખ્સો ટેન્કરમાંથી ગેર કાયદે કેમીક્લ કાઢી તેની ચોરી કરતા હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે એલસીબીની ટીમ ત્રાટકી હતી અને સ્થળ પર કેમિકલ ચોરી કરતા આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરતા બે આરોપીના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહલામવ ગામના મહેતાબ ખાન મહંમદ ગુલહશન ખાન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રાણીગજ ના વતની અબ્દુલ કલામ ખાન જમાલુદ્દીન ખાન મોરબી તાલુકાના રામપર ગામના કૌશિક વજુભાઈ હુંબલ તેમજ મોરબીના કુબેર નગરમાં રહેતા મૂળ બહાદુરગઢ ગામના હરેશ સાદુરભાઈ હુંબલને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી MH46 BB 6987 અને MH46 BB 7140 નંબરના બે ટેન્કર ટાટા કંપનીનું મીની પીક અપ તેમજ બે ટેન્કર અને પીક અપ વાહન મળી કુલ 49 ,600 લીટર મોલ્ટેન ફીનોલ નામનું કેમિકલ જેની અંદાજીત કિમત 29.77 લાખ ઉપરાંત મોબાઈલ મળી કુલ 64 82 750ની કિમતના મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીએ ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

