HomeGujaratમોરબીની નલીની વિદ્યાલયમાં ગૌરી વ્રત તથા ગુરુપૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમો યોજાયા

મોરબીની નલીની વિદ્યાલયમાં ગૌરી વ્રત તથા ગુરુપૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમો યોજાયા

આજ રોજ તારીખ 20 જુલાઈ 2024 ને શનિવારના રોજ વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય શાળામાં ગૌરી વ્રત તથા ગુરુપૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમો રાખવામાં આવેલ. જેમાં બાળાઓ દ્વારા જવેરાઓ લઈને ગોરમાની પૂજા કરવામાં આવી હતી. તેમજ શાળાના તમામ બાળકો દ્વારા તમામ ગુરુઓને વંદન કરી, સરસ્વતી માતાની પૂજા આરતી કરી હતી. તેમજ ગુરુના મહત્વ વિશે જુદા જુદા બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગૌરીવ્રત અને ગુરુપૂર્ણિમા અંગેના પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા.

તેમજ વિદ્યાર્થીનીઓ માટે સાડી કોમ્પિટિશન અને વિદ્યાર્થીઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. નંબર લાવનારને શાળા દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા.આ તકે મોરબી જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભાવનાબેન કૈલા તથા સામાજિક આગેવાન નાથાભાઈ પડસુંબીયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક બીપીન ભટ્ટ, બી ડી પંડ્યા, રાજીવ ભટ્ટ, મીનાબેન, આયેશાબેન તથા તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW