HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

મોરબીના નવા સાદુળકા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા પરેશભાઈ બાબુલાલ પરેચા એ ગત તા.-13/07//2024 ના રોજ તેને તેનું GJ-36-AA-4177 નંબરનું બ્લુ લાલ કલરના પટ્ટાવાળુ 50 હજારવાળું સ્પ્લેન્ડર પ્લસ બાઈક ત્રીકોણબાગ પાર્કિંગમાં પાર્ક કરેલ હતું, તે સમયે કોઈ તેનું બાઈક ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે પરેશભાઈએ બાઈક ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(2)મોરબીના ત્રાજપર પાસે જુગાર રમતા ચાર મહિલા સહીત પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા તે સ્થળેથી ચાર મહિલા સહીત પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આરોપી જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા, આશાબેન ગોવિંદભાઈ અદગામા, બબીબેન જયંતીભાઈ મકવાણા, રૂપીબેન રમેશભાઈ વરાણીયા અને સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા આ પાંચ શખ્સો પાસેથી કુલ રૂ.-11,000 નો મુદમાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)વાંકાનેરના સરતાનપર ગામે બેભાન થઇ જતા પરિણીતાનું મૃત્યુ

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-2 કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા બાલેમાદેવી જગમોહન બીરશા એ ગઈકાલે લેબર કોલોનીમાં કોઈ કારણોસર બેભાન થઇ ઢળી પડતા આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ડો. જાવીદે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW