HomeGujaratમોરબીની વી.સી.હાઈસ્કૂલમાં બે વર્ષથી ખાલી કાયમી આચાર્યની નિમણુંક

મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં બે વર્ષથી ખાલી કાયમી આચાર્યની નિમણુંક

મોરબી તાલુકામાં આવેલ ધ વી.સી.ટેક. હાઈસ્કૂલ સો કરતા વધુ વર્ષ જૂની સરકારી શાળા છે, કે જ્યાં આજના તમામ પ્રતિષ્ઠિત મહાનુભાવ પ્રોફેશનલ વ્યક્તિ, જાણીતા તબીબો ઈજનેરો,શિક્ષકો તેમજ મોરબી પંથકની અનેક ગણ્ય માન્ય મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે મોરબીના ઓરપેટના સંસ્થાપક ઓ.આર.પટેલ, શિક્ષક તરીકે ફરજ બજાવી છે, તે શાળામાં આજની તારીખે ધો.9 થી 12 ના 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટા ભાગના સરકારી કાર્યક્રમો આ સ્કૂલમાં થાય છે,વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને વ્યવસ્થાપન આ સ્કૂલમાંથી થાય છે,પણ છેલ્લા પાંચ વર્ષથી આ સ્કૂલમાં રેગ્યુલર વર્ગ-2 ના આચાર્યની જગ્યા ખાલી હતી, ઈન્ચાર્જ આચાર્યનું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ઈન્ચાર્જના પણ ઈન્ચાર્જ આચાર્યથી વી.સી.હાઈસ્કૂલનો વહીવટ ચાલતો હતો,આ શાળામાં અભ્યાસ કરતા 1300 જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતને ધ્યાનમાં લઇ વી.સી.ટેક.હાઈસ્કૂલમાં વર્ગ-2 ના અને હાલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે વિષય નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણુંક થતા ઘણાં લાંબા સમય બાદ વી.સી.હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતા કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો અને શિક્ષણ વિભાગનો સમગ્ર વી.સી.હાઈસ્કૂલ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW