મોરબીના ખોખરા હનુમાન ધામમાં સદગુરૂ કેશવાનંદબાપુના સમાધિના 25માં વર્ષના ઉપલક્ષ્યમાં ગુરુદેવની ઇષ્ટદેવની ભૂમિ, સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવજીની પરમાર્થ ભૂમિ એવા ખોખરા હનુમાન હરિધામ પવન પરિસરમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષમાં તા.-19 સપ્ટેમ્બર ભાદરવા વદ એકમથી તા.-25 સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે.
વ્યાસપીઠ પર રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમયી વિરકત વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાનો સમય તા.-19/09/2024 ના રોજ બપોરે 3 કલાકે અને નિત્ય કથા સમય તા.-20 થી 25 સપ્ટેમ્બર ના રોજ સવારે 9 વાગ્યે કથા પ્રારંભ થઈને બપોરે 1 વાગ્યે કથાનો વિરામ થશે. બાદમાં ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન દ્વારા શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા પોથી નોંધાવવા માટે તેમજ કોઈ પણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમ કાર્યાલયનો સંપર્ક – 62524 75347 તથા 99139 21340 કરવો. આ કથાનું સંપૂર્ણ આયોજન ખોખરા હનુમાન હરિધામ દ્વારા કરવામાં આવેલ છે.

