વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પલાસ ગામે રેડ મારતા સેટાણીયા પરિવારના મઢ સામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ કરમશીભાઈ કુણપરા, જગાભાઇ કાળુભાઈ કુણપરા અને અલ્પેશભાઈ રણછોડભાઈ ધરોડીયા નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ.- 61,600 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

