વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માટેલ ગામની સીમ માટેલ થી લાકડધાર જતા રસ્ત્તે કયુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ હિતેશભાઈ ખીમજીભાઈ ચાવડા આરોપીની દુકાનમાં દારૂ બીયર નો જથ્થો ઉતરાવેલ છે, તેવી માહિતી આધારે પોલીસે તે વિસ્તારમાં રેડ મારતા આરોપીના કબ્જાવાળી દુકાનમાંથી 8 PM વ્હીસ્કી નંગ-230 કુલ કિંમત રૂ.-69,000 , ગ્રીન લેબલ વ્હીસ્કી નંગ-234 કુલ કિંમત રૂ.- 70,200 , કિંગફિશરના ટીન નંગ-120 કુલ કિંમત રૂ.-12,000 અને આરોપીના મોબાઈલ સહીત કુલ રૂ.- 1,56,200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો.પોલીસે હિતેશભાઈ નામના શખ્સને પુછપરછ કરતા ગોપાલભાઈ ગીગોરા નામના આરોપીનું નામ ખુલ્યું હતું. વાંકાનેર પોલીસે બને આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.

