HomeGujaratભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોરબી રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ...

ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોરબી રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ યોજાશે

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ 30માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમમાં ઉંમર 17.5 વર્ષ થી 21 વર્ષ, અભ્યાસ 10 પાસ કે તેથી વધુ, ધો.10 માં ઓછામાં ઓછા 50 % ફરજીયાત અને દરેક વિષયમાં 33 % માર્કસ ફરજીયાત, ધો.12 પાસ, ઉંચાઇ 168 સે.મી. કે તેથી વધુ, વજન-50 કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી 77 સે.સી. (ફુલાવ્યા વગર) અને 82 સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.-15/07/2024 સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) કચેરી સમય દરમિયાન મોરબી રોજગાર વિનિમય કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે.

અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે મોરબી રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર 02822 – 240419 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW