HomeGujaratટંકારા પોલીસે માનસીક અસ્થીર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરાવ્યું

ટંકારા પોલીસે માનસીક અસ્થીર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરાવ્યું

ટંકારાની છત્તર ચેક પોસ્ટ ઉપર પોલીસ ટીમ વાહન ચેકીંગમા હતી. તે ગત તા.-02/07/2024 ના રોજ એક માનસીક અસ્થીર વ્યક્તિ રોડ ઉપર ચાલીને નિકળતા જેને અટકાવી પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે,પોતે ત્રંબા ખાતે કાર્યરત મનોદિવ્યાંગ લોકોના આશ્રયસ્થાન માનવ મંદિરમાંથી નીકળી ગયેલ છે. તેવું જણાવતા ટંકારા પોલીસે ખરાઈ કવા માટે માનવ મંદીર ત્રંબાનો સંપર્ક કરી અને ફોટો વૉટસએપ મારફતે સંચાલકને મોકલ્યો હતો.જે બાદ સંચાલકે જણાવ્યું કે, આ મનોદિવ્યાંગ વ્યક્તિનુ નામ સતીષભાઈ દયાળજીભાઈ ભાનુશાળી ઉ.વ.-30 રહે- ભુજ, સંસ્થામાં કોઈને કંઇ કહ્યા વગર માનવ મંદીરથી નીકળી ગયેલ છે.

તેમની પાસેથી આ વ્યકિતનું સરનામુ મેળવતા તેના પિતા હયાત ન હોવાનુ અને તેના માતા નર્મદાબેન દયાલનીભાઈ ભાનુશાળી ઉ.વ- 60 સાથે ટેલિફોનિક વાત થતા તેઓએ જણાવેલ કે પોતાનો દીકરો માનસીક અસ્થીર હોય અને ત્રંબા માનવ મંદીર ખાતે સારવાર માટે રાખેલ હોય અને ત્યાંથી નીકળી ગયેલ હતો. જે અંગે ત્યાંના સંચાલકોએ તેઓને પણ ફોન કરી જાણ કરેલ હતી. બાદમાં ટંકારા પોલીસે તેની માતાને પોલીસે સ્ટેશન આવવાનું જણાવ્યુ અને તેમના માતાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાના પુત્રને લઈ ગયા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW