Sunday, July 7, 2024
HomeGujaratહળવદમાં યુવાનને સસ્તામાં આઈફોનની લાલચ આપી 45હજારની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

હળવદમાં યુવાનને સસ્તામાં આઈફોનની લાલચ આપી 45હજારની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

હળવદના મંગળપુર ગામે રહેતા મયુર ગિરધરભાઈ ઉડેશા નામના યુવાને આરોપી જયદીપ વિઠલભાઈ ઝાલાએ તેના મોબાઈલ નંબર પર ફેસબુક એપ્લીકેશનમાં JAYUBHA ZALA નામની ખોટી આઈડી ઉપર સસ્તામાં નવો આઈફોન 15 વેચવાની જાહેરાત જોઈ હતી. તેનો સંપર્ક કરતા સામે વાળા જયદીપએ કોન્ટેકટ નંબર આપી ફોન કરવાનું કહ્યું હતું. હળવદમાં સમીર મોબાઈલ વાળાને ત્યાં મોબાઈલ જોવા જવાનું કહેતા મયુર મોબાઇલની દુકાને જતા આરોપી જયદીપએ સમીર સાથે વાત કરી મોબાઈલ દેખાડવાનું કહેતા દુકાનદારે મોબાઈલ બતાવ્યો હતો.

જે બાદ આરોપી જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઇ ઝાલા એ ફોન મયુરને કહ્યું હતું કે, તમે મને 45,500 ઓનલાઈન ટ્રાન્સફર કરો આપો. જેથી એ વેપારી તમને મોબાઈલ ફોન આપી દેશે, આમ કહ્યા બાદ જયદીપ નામના શખ્સે રાજકોટના કોઈ ટેક્સીના ધંધાર્થી વિપુલ ભીમાણીનું QR કોડ મોકલી કુલ રૂપિયા 45,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે મયુરે રૂપિયા ટ્રાન્સફર કરવા છતાં હળવદના વેપારીએ ફોન ન આપતા આ બાબતે મયુરે મોબાઈલના ધંધાર્થીને કહેતા તેમને પેમેન્ટ ન મળ્યું હોય ફોન આપવાની ના પાડી હતી. જે મામલે મયુરે ગત તા:- 30/06/2024 ના રોજ તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

હળવદ પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં સંડાવાયેલ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલ હોવાની જાણ થતા પોલીસે તે આરોપીનું ટ્રાન્સફર વોરંટથી મેળવી તે આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેને ગુનાની કબુલાત કરતા આરોપી જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઇ ઝાલા ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW