Thursday, July 4, 2024
HomeGujaratPGVCLના મેનેજીંગ ડાયરેક્ટરે મોરબી એસો. સાથે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગ યોજી

PGVCLના મેનેજીંગ ડાયરેક્ટરે મોરબી એસો. સાથે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગ યોજી

મોરબી વર્તુળ કચેરી હેઠળ ના વિવિધ ઉદ્યોગિક વીજ ગ્રાહકો ના ઉપસ્થિત પ્રશ્નોના નીરાકરણ હેતુ તા-01/07/2024 ના રોજ મોરબી વર્તુળ કચેરી કોન્ફેરેન્સ હોલ ખાતે PGVCL ના મેનેજીગ ડાયરેક્ટર પ્રીતી શર્મા, પીજીવીસીએલ મોરબી ના અધિક્ષક ઈજનેર ડી. આર. ઘાડીયા સાહેબ, કાર્યપાલક ઈજનેરો તેમજ મોરબી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએસ નના હોદ્દદારો સાથે મીટીંગ કરી પ્રશ્નો સાંભળીને સુખદ નીરાકરણ લાવવા બાબતની ખાતરી આપી છે.

મોરબી ઈન્ડસ્ટ્રીઝ એસોશિએશનના વિવિધ વિભાગ જેમ કે મોરબી સિરામિક એસોશિએશન, પોલીપેક, પ્લાસ્ટિક એસોશિએશન, સેનેટરી વેર એસોશિએશન, પેપરમિલ એસોશિએશન વગેરે સાથે PGVCL ના મેનેજીગ ડાયરેક્ટર પ્રીતી શર્મા સાથે મળેલ મીટીંગ અન્વયે વારંવાર થતા ઈન્ડસ્ટ્રીઝ ફીડર માં ટ્રીપીગ તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે બાબતે રજૂઆત કરેલ છે.

સદર પ્રશ્નો નાનિરાકરણ લાવવા માટે હાલ 382 કીમી લંબાઈ ની 11 કેવી લાઈનમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળો MVCC કંડકટર નાખવાનું કામ ચાલુ કરાવેલ છે તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, અર્બન અને જ્યોતિગ્રામ ફીડરોમાં MVCC કંડકટર નાખવાનું કામ મંજુરી હેઠળ છે, જેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ મીટીંગમાં મોરબી જિલ્લાના માનવવંતા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સાતત્યપૂર્વક વીજ પુરવઠો મળી રહે તે બાબતે મેનેજીગ ડાયરેક્ટર પ્રીતી શર્મા દ્વારા ભાર મુકવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW