HomeGujaratમોરબીમાં ફેક્ટરીમાં કામ પૂર્ણ કરી ઘરે જતા બે યુવકને બે શખ્સે...

મોરબીમાં ફેક્ટરીમાં કામ પૂર્ણ કરી ઘરે જતા બે યુવકને બે શખ્સે છરીની લૂંટી લીધા

મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ પર આવતા જતા શ્રમિકોને રસ્તા રોકી લૂંટારૂઓ છરી કે તીક્ષણ હથીયાર દેખાડી લૂંટી લેવાની ઘટનાં અવાર નવાર બનતી રહે છે ત્યારે ફરી એકવાર આવી ઘટના મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બની હતી જેમાં સનવર્લ્ડ સિરામિક નામની ફેક્ટરી જતા કાલીંદ્રેશ્વર મહાદેવના મંદિર પાસેથી ગૌતમભાઇ હરીચંદ્ર વર્મા અને તેના મિત્ર બન્ને પોતાના કારખાનેથી કામ પુરૂ કરી પોતાના મિત્રના રૂમે જવા પગપાળા ચાલીને જવા નીકળ્યા હતા રસ્તામાં અચાનક બે અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા અને ગરીયલમી કંપનીનો મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦૦/- નો ઝુંટવી લઇ ફરી સાથે જપાજપી કરી રોકડા રૂપીયા ૫૦૦/- શર્ટના ખિસ્સામાંથી કાઢી લઇ બિભત્સ ગાળો આપી ફરી તથા સાહેદે ગાળો આપવાની ના પાડતા જપાજપી કરતા એક ઇસમે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો એક ઘા ફરીને વાસાના પાછળના ભાગે જમણા પડખામા મારી હતી અને બાદમાં બાઈકમાં ફરાર થઇ ગયા હતા ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW